મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે તેમજ રાજપર ગામ નજીક જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી. આમ કુલ મળીને જુગારની બે રેડ કરવામાં આવેલ છે જેમાં ચાર જુગારીઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટોપની પાછળના ભાગમાં આવેલી દુકાન નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસ ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા જયેશભાઈ માણેકલાલ ત્રિવેદી અને અર્જુનભાઈ જીવનભાઈ રાજપૂત જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી પોલીસે 510 રૂપિયાની રોકડ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી રેડમાં મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા બે શખ્સો તીન પત્તીનો જુગાર રમતા મળી આવ્યા હોય અનિલભાઈ શાંતિભાઈ ચાવડા અને અશ્વિનભાઈ જીવરાજભાઈ સનાળીયા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 450 રૂપિયાની કિંમતની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.