મોરબી સરદાર રોડ ધરતીટાવર “ભવાની એક્સપ્રેસ” આંગડિયાની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. “ભવાની એક્સપ્રેસ” આંગડિયાની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોમાં મહેશભાઇ રમણલાલ પટેલ, ભીખાજી ઉર્ફે ભાણો દિવાનજી ઠાકોર, દીલીપભાઇ રામાભાઇ પટેલ, સંજયકુમાર અંબાલાલ પટેલ, ભાવેશકુમાર ચંદુલાલ પટેલને રોકડ રકમ રૂપિયા ૧,૦૦,૩૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.