હળવદ પોલીસ મથકમાં જે તે સમયે પોકસો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેશ કોર્ટમાં ચાલી જતા આજરોજ આરોપીનો જામીન પર છુટકારો થયો છે જે ધારદાર દલીલ વરિષ્ઠ યુવા ધારાશાસ્ત્રી ગોપાલભાઈ ઓઝા તેમજ તેની ટીમ દ્વારા કરવામાં આવતા કલ્પેશભાઈ નાયકને જામીન મળ્યા હતા.
હળવદ પોલીસે આરોપી કલ્પેશભાઈ રમેશભાઈ નાયકને આઈપીસી કલમ ૩૬૩, ૩૭૬ (૩), ૧૧૪, ૩૭૬ (૨) (જે) (એન), તથા પોકસો એકટની કલમ ૪, ૫ (એલ), ૬, ૧૭ મુજબ ના ગુન્હામાં અટક કરી અને નામદાર સેશન્સ કોર્ટમાં રજૂ કરી ત્યારથી જ્યુડી. કસ્ટડીમાં જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ ચાર્જશીટ પોક્સો કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ જામીન અરજી કરતા આરોપીએ સિનીયર વકીલ મનીષ પી ઓઝા મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધિકક્ષક ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ.પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં મોરબીના ડી.પી. મહીડાએ આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયકને રૂપિયા 25,000ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયકના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા સારા અને મનોજભાઈ પરમાર રોકાયેલ હતા.