મોરબી: સોની બજારમાં વિદેશી દારૂ સાથે એક અને ધરમપુર ગામની સીમમાંથી દેશીદારૂ સાથે એક પકડાયો

Advertisement
Advertisement

મોરબી શહેરમાં સોની બજાર મેઈન રોડ ઉપરથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અર્જુનસિંહ હરિસિંહ રાઠોડને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ધરમપુર ગામની સીમમાં રીક્ષામા દેશી દારૂ લઈને નીકળેલા આરોપી ઇસ્મતઅલી અબ્બાસભાઇ મોવર, રહે. માળીયા મીંયાણા, નામના શખ્સને 40 હજારની રીક્ષા તેમજ 2000 રૂપિયાના દેશી દારૂ સહિત 42 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.