મોરબી: જીવાપર ગામે લાફોન ગ્રેનાઈટો સીરામિકમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનું મોત

Advertisement
Advertisement

મોરબીના જીવાપર ગામની સીમમાં આવેલા લાફોન ગ્રેનાઈટો સીરામીકમા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં પાણીની ટાંકીમાં પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. જીવાપર ગામની સીમમાં આવેલ લાફોન ગ્રેનાઈટો સીરામીકમા રહેતા નારૂભાઇ પાનસીંગભાઇ ભાભોરને સીરામીકમા અકસ્માતે ઇલેક્ટ્રીક શોક લાગતા પાણીની ટાંકીમાં પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.