હળવદ: ચંદ્રગઢ (લીલાપુર) ગામે યુવકે ઝેરી દવા પી લેતા મોત

Advertisement
Advertisement

હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપુર) ગામે બીમારીથી કંટાળી ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું. કીશોરભાઇ રણછોડભાઇ કટકીયાને દોઢેક વર્ષ પહેલા પેરાલીસીસની અસર થતા જમણી બાજુના અંગમા અસર થઇ ગયેલ હોય અને મગજ બરાબર કામ કરતુ ન હોય તથા કાઇ બોલી શકતા ન હોય અને દોઢેક વર્ષથી બીમારીથી પીડાતા હોય જેથી યુવક પોતાના રહેણાંક મકાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.