મોરબી: દાઉદ ઇબ્રાહિમને જામીન અપાવતા વરિષ્ઠ ધારાશાસ્ત્રી ગોપાલ ઓઝા! પાવડર કેશમાં મળ્યા જમીન

Advertisement
Advertisement

બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી તાલુકા પોલીસે ૧૯.૪૦ મેફેડ્રોન પાવડર સાથે આરોપી દાઉદ ઈબ્રાહીમભાઈ અજમેરી રહે. ગાદોલા ગામ ગાયરી મહોલ્લા વોર્ડ નં. ૧ તા. જી. પ્રતાપગઢ રાજય રાજસ્થાન વાળા આરોપી નાસ્તા ફરતા હોય જેઓ ને પોલીસે પકડી પાડી અને એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૧ (બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે તા. ૧૬/૧/૨૪ ના રોજ અટક કરી અને નામ. સેશન્સ કોર્ટ માં રજુ કરી અને નામ. સેશન્સ કોર્ટેમાં રીમાન્ડ ની માંગણી કરેલ અને નામ. કોર્ટે રીમાન્ડ મંજુર કરેલ ત્યારબાદ રીમાન્ડ પુરા થતા તા. ૨૨/૧/૨૪ ના રોજ નામ. સેશન્સ કોર્ટ માં રજુ કરી ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી એ રેગ્યુલર જામીન અરજી કરતા મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ. સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજ. હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી પી. સી. જોષી સાહેબ શ્રી એ આરોપી દાઉદ ઈબ્રાહીમભાઈ અજમેરી ને રૂા. ૧૦,૦૦૦/- ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર તા. ૨૫/૧/૨૦૨૪ ના રોજ મુકત કરેલ છે. આ કેસમાં આરોપી દાઉદ ઈબ્રાહીમભાઈ અજમેરી ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.