મોરબી: જિલ્લામાં PGVCLના વીજ ચેકિંગમાં લાખોની વીજચોરી ઝડપાઈ

Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં પીજીવીસીએલ ટીમ દ્વારા વીજચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 189 કનેક્શનમાં ગેરરીતી ઝડપી લઈને ટીમે 96.67 લાખની વીજચોરી ઝડપી લઈને દંડ ફટકાર્યો છે. પીજીવીસીએલ મોરબી વર્તુક કચેરી હેઠળના મોરબી, માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારા તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના વિસ્તારોમાં તારીખ 23 થી 25 સુધી ત્રણ દિવસ પોલીસ, SRP અને એક્સ આર્મી પ્રોટેક્શન સાથે રાખીને 48 ટીમો દ્વારા વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. જેમાં મોરબી, અંજાર, જામનગર, ભુજ તેમજ અન્ય જીલ્લામાંથી આવેલ અલગ અલગ ટીમો દ્વારા વીજચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રહેણાંકના 1529, વાણીજ્યના 66 તેમજ ખેતીવાડીના 37 સહીત કુલ 1632 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં રહેણાંકના 176, વાણીજ્યના 06 અને ખેતીવાડીના 07 કનેક્શન મળીને કુલ 189 કનેક્શનમાં ગેરરીતી ઝડપી લેવામાં આવી હતી. જેમાં રહેણાંકમાં 64.33 લાખ, વાણીજ્યમાં 26.94 લાખ અને ખેતીવાડીમાં 5.40 લાખ સહીત કુલ રૂપિયા 96.67 લાખની ચીજ્ચોરી ઝડપી લેવામાં આવી છે.