ટંકારા: રોહીશાળા ગામે લોકોના સ્વયં યોગદાન થી પ્રાચીન રામ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

Advertisement
Advertisement
રોહીશાળા મા અયોધ્યા મંદિર સાથે જ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો.
ધાર્મિક દ્રષ્ટિએ આસ્થા નુ કેન્દ્ર ગણાતા દેવસ્થાન – મંદિરો સૌરાષ્ટ્ર ગુજરાત ના લગભગ તમામ ગામો મા હોય છે. ટંકારા તાલુકાના રોહીશાળા ગામે પ્રાચીન રામજી મંદિર  આવેલુ છે. સમય જતા ગામડાના શ્રધ્ધાળુઓ નુ આસ્થાનુ સ્થાનક ગણાતુ ભગવાન રામચંદ્રજીનુ મંદિર જર્જરીત થતા ગામડાના ધાર્મિક લોકોએ સમસ્ત ગામડા ના લોકોના આર્થિક સહયોગ થી મંદિર નો જીર્ણોધ્ધાર કરી અહીંયા પણ અયોધ્યા સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામા આવી હતી.
ટંકારા તાલુકાના નાનકડા રોહીશાળા ગામે આવેલા પ્રાચીન રામજી મંદિર જર્જરીત થઈ જીર્ણ થયુ હોવાથી ગામડાના ધાર્મિક વૃત્તિના લોકોએ ગામડાના લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા દેવસ્થાન નો જીર્ણોધ્ધાર કરવા માટે સમસ્ત ગ્રામજનો ની બેઠક મળી હતી. જેમા, મંદિર નવનિર્મિત કરવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ. અને તમામે સ્વૈચ્છિક યથા યોગ્ય આર્થિક યોગદાન આપવાની જાહેરાત થતા જ લોકોની ધાર્મિક વૃત્તિ અને શ્રધ્ધા ભક્તિ રંગ લાવી હતી. અને ગામડાના તમામ ધાર્મિક પરિવારોએ સ્વયં ઉમળકો બતાવી તન મન ધનથી ઘસાઈને પૌરાણિક મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો હતો. નવનિર્મિત મંદિરમા ભગવાન શ્રી રામ સાથે સીતાજી સહિત રામ દરબાર ની સ્થાપિત મૂર્તિ નો ભવ્ય ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે યોજાયેલ મહોત્સવ સાથે જ યોજ્યો હતો. ધાર્મિક પ્રસંગના પ્રારંભે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ યોજાયા બાદ કાન ગોપી રાસોત્સવ અને રાત્રે ગામડાના લોકોએ વેશભૂષા ભજવી રાજા ભરથરી નાટક યોજયુ હતુ. આ તકે, જુનાગઢ થી ઈન્દ્રભારતીબાપુ ઉપરાંત, હરિકાંત મહારાજ, દામજી ભગત સહિતના સંત મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા.