મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા પામેલા મહિલા સહિતના બે કેદીઓની સારી વર્તણુક સહિતની બાબતોને ધ્યાને લઈને જેલ તંત્ર દ્વારા કમિટીને રીપોર્ટ મોકલ્યો હતો. જેને ધ્યાને લઈને કમિટી દ્વારા બંને કેદીને જેલમુક્તિ આપવાનો નિર્ણય કરાયો હતો અને બંને કેદીને મુક્તિ મળતા પરિવારના ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા પામેલ જામમામદ આમદ ભટ્ટી તેમજ કુંવરબેન ઘોઘા નગવાડીયા એમ બે કેદીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેમાં જામમામદ ભટ્ટી નામના ઈસમને હત્યાના ગુનામાં તારીખ ૧૩-૦૯-૨૦૦૦ના રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી જે કેદીએ જેલમાં ૧૬ વર્ષનો સમયગાળો પસાર કર્યો હતો તે ઉપરાંત કેદીએ જેલમાં અલગ અલગ ટ્રેનીંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. તાલીમ કોર્સમાં ભાગ લીધો હતો અને આંબેડકર યુનીવર્સીટીમાં અભ્યાસ કરી સર્ટીફીકેટ કોર્સ પણ કર્યો હતો. જ્યારે બીજા કેદી કુંવરબેન ઘોઘાના પુત્રવધુ સળગીને મર્યા હોય જે ગુનામાં તારીખ ૦૮-૦૯-૨૦૦૮ના રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી જે મહિલા કેદીએ ૧૬ વર્ષનો સમય જેલમાં કાપ્યો છે તેમજ અભ્યાસ પણ કર્યો હતો જેથી બંને કેદીઓ અંગે કમિટીને રીપોર્ટ તૈયાર કરી મોકલાયો હતો જેના અભ્યાસ સહિતની પ્રવૃતિઓ, સારી વર્તણુકને ધ્યાને લઈને સરકાર દ્વારા બંને કેદીઓને જેલમુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે