મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાયમોલની બાજુમાં આવેલ પ્રૌઢની ઓફિસે રાખેલા સીસીટીવી કેમરાને લાકડાના ધોકા વડે તોડી તેમજ ઓફિસમાં ખુરશીઓ તોડી રૂપિયા 20 હજારનું નુકશાન કરનાર સ્કાયમોલના સિક્યોરિટી સહિત ત્રણ ઈસમો વિરૂદ્ધ મોટબી સીટી એ ડીવીઝન પોલીસે સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મોરબીના શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે યદુનંદન-01મા રહેતા જીવણભાઈ ખીમાભાઇ કુંભારવાડીયાએ આરોપી જયેશભાઇ રબારી, રાજુ રાજુ સિક્યોરિટી તથા વાલ્વા ધર્મેશ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપીઓએ એક બીજાએ સાથે મળી ફરીયાદીની (ઓફીસ) દુકાને રાખેલ સી.સી.ટી.વી. કેમેરાને લાકડાના ધોકા વડે તોડી તેમજ ઓફીસે (દુકાને) લગાડેલ બોર્ડને તોડી તેમજ ખુરશીઓ તોડી કુલ રૂપિયા 20,000નુ નુકશાન કર્યું હોવાથી ભોગ બનનાર જીવણભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.