વાંકાનેર: વઘાસીયા નકલી ટોલનાકા પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓના જામીન મંજુર

Advertisement
Advertisement

વાંકાનેરના બહુચર્ચીત વઘાસીયા નકલી ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા પ્રથમ બે બાદ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય, જે ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ પુરા થયા બાદ જેલહવાલે કરવામાં આવ્યા હતા. જે ત્રણેય આરોપીઓએ પોતાના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતા નામદાર કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કર્યા બાદ ચાર દિવસના રિમાન્ડ પુરા થતા 20 જાન્યુઆરીના રોજ જેલ હવાલે કરાયાં હતા. જે બાદ ત્રણેય આરોપીઓએ પોતાના વકીલ મયુરસિંહ પરમાર મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરતા તેમની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કામમાં આરોપી વતી વકીલ તરીકે વાંકાનેર બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ. પરમાર, ભગીરથસિંહ જાડેજા, વિજય બાંભવા, યોગીરાજસિંહ ઝાલા સહિતના રોકાયા હતા