મોરબી સિવિલ હોસ્પિટલમા આજે ગટરના પાણી ઉભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોરબીના આરોગ્યધામ એવી સિવિલ હોસ્પિટલમાં ગંદા ગટરના પાણી ઉભરાઈ પડતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાને પગલે મોરબી સિવિલ હોસ્પિટલ તંત્ર પ્રત્યે લોકો રોષ વરસાવી રહ્યા છે.