મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનામાં કામ દરમિયાન બે શખ્સો દ્વારા દંડા વડે બે વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ બે વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
ઊંચી માંડલ ગામ પાસે એન્ટીક ટાઇલ્સમાં રહેતા નિમેશ પ્રેમશંકર પંડ્યા અને બરૂભાઈ રતનભાઇ મેડા નામના બે વ્યક્તિઓને મારવામાં આવ્યો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે નિમેષભાઈ અને બરૂભાઈ કારખાનામાં કામ કરી રહ્યા હતા. દરમિયાન હરપ્રીતસિંગ અને સતનામસિંગ નામના બે વ્યક્તિઓ દ્વારા કોઈ કારણોસર તેને દંડા વડે માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જશપાલસિંહ ચલાવી રહ્યા છે.