વાંકાનેર તાલુકાના નાણા ધીરધારના કેસમાં ચાર્જશીટ બાદ આરોપીની જામીન અરજી મંજુર કરી હતી. ફરીયાદી ગેલાભાઈ વિનુભાઈ સાપરાએ આરોપીઓ વિરુધ્ધ નાણાં ધીરધાર, ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અને બળજબરીથી જમીન લખાવી લેવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં હાલના આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિનુભા નટુભા ઝાલા દ્વારા મોરબીના એડવોકેટ એચ. આર. નાયક મારફત મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અંગેની અરજી કરવામાં આવી હતી. આરોપી તરફે વકીલ એચ.આર.નાયક દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરી હતી. જે દલીલના આધારે કોર્ટે આરોપી વિરેન્દ્રસિંહને ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન પર છોડવાની જામીન અરજીને મંજુર કરી હતી.