મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા નજીક આવેલી ઓવેલ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહી મજૂરી કામ કરતા શ્રીકાંત કૈલાશ જાદવ ઉ.33 નામના શ્રમિક યુવાને અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરમા પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.