અયોધ્યામાં આજે ભગવાન શ્રીરામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન અયોધ્યા ખાતે કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢી દિવાળી જેવો માહોલ બની ગયો છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા હળવદ શહેરના લક્ષ્મીનારાયણ ચોકથી રેલવે સ્ટેશન રોડ સુધી ભવ્ય રેલી કાઢી હતી. જેમાં જય જય શ્રીરામના નારા સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. તો સાંજે રેલવે સ્ટેશન રોડ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં હળવદના નામી કલાકારોએ ભગવાન શ્રીરામના ગુણગાન ગાયા હતા. તો સાંજે ભવ્ય આતિશબાજી કાર્યક્રમ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરથી હરિદર્શન ચોકડી વચ્ચે સામતસર તળાવના કિનારે આયોજન કરવામાં આવ્યું છે. આવી રીતે હળવદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાન શ્રીરામના ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નીમિતે આયોજન કરાયું છે.