ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમીયાન લતીપર ચોકડી નજીક આવેલ રાજશક્તિ પાઉભાજી સેન્ટર ખાતે દરોડો પાડી આરોપી નિલેશ ઉર્ફે જીણીયો કાકુભાઇ ગણાત્રા અને દિનેશ મેઘજીભાઈ જોશી રહે.બન્ને ટંકારા વાળાને મોબાઈલ ફોનમાં ઓનલાઈન તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ 10,300 રોકડા તેમજ 11 હજારના બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 21,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં બન્ને આરોપીઓની પૂછપરછમા ઓનલાઈન જુગાર રમવા બન્ને આરોપીઓએ પાલનપુર જિલ્લાના થરાદ તાલુકાના દતીયા ગામના આરોપી કીર્તિ પુરોહિત પાસેથી આઈડી મેળવી જુગાર રમતા હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુંન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.