આવતીકાલે ભગવાન શ્રીરામ જન્મભૂમી આયોધ્યા ખાતે પ્રાણ પતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે કોઇપણ સમાજની ધાર્મીક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક પોસ્ટ કે વીડીયો કે અફવા સોશિયલ મીડીયામાં મુકવા કે ફોરવર્ડ ન કરવા મોરબી જીલ્લા પોલીસે સૂચના જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે, આ બાબતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર, વોટસએપ જેવા સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઇ વ્યકિત આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા કે પ્રોત્સાહન આપતા જણાઇ આવશે. તો તેઓની વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.