મોરબી-માળીયા હાઇવે ઉપર રવિરાજ ચોકડી નજીકથી પોલીસે બોલેરો ગાડીમાં ક્રૂરતા પૂર્વક લઈ જવામાં આવતા 9 પાડાઓ સાથે રાજકોટના બે શખ્સને ઝડપી લઈ બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. મોરબી તાલુકા પોલીસે મોરબી-માળીયા હાઇવે ઉપર રવિરાજ ચોકડી નજીકથી GJ-03-BW-2405 નંબરની બોલેરો ગાડીમાં ખીચોખીચ ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતા 9 પાડાને મુક્ત કરાવી આરોપી મકસુદ સિકંદરભાઈ બેલીમ અને ઇકબાલ ઈસ્માઈલભાઈ રહે. બન્ને રાજકોટ વાળાને ઝડપી લઈ મોરબીના જીવદયા પ્રેમી ચેતનભાઇ ચંદ્રકાંતભાઇ પાટડીયા, રહે.સોની બજાર વેરાઇ શેરી મોરબીની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ધાતકીપણા એક્ટની કલમ મુજબ ગુન્હો નોંઘી રૂપિયા 1 લાખની બોલેરો ગાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.