ટંકારા:ઓટાળા ગામે ખેતરમા દવા છાંટતા ખેતમજુર નુ ઝેરી દવા ની અસર થી મોત નિપજ્યુ

Advertisement
Advertisement
ગામડે ખેતમજુરી કરતા શ્રમિક અચાનક બેશુધ્ધ થઈ ખેતરમા ઢળી પડ્યા હતા.
ટંકારાના ઓટાળા ગામે ખેતમજુરી કામ કરતા શ્રમિક ખેતરમા ઉભેલા મોલ ને દવા છટકાવ કામ કરી રહ્યા હતા એ દરમિયાન ઝેરી દવા ની અસર થતા વૃધ્ધ ખેતમજુર નુ મોત નિપજયાની ઘટના બની હતી. બનાવ ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા ઓટાળા ગામના ખેડુત રમેશભાઈ ભીખાભાઈ ગોલતરની ગામડે ખેતી ની જમીનમા કુવરસીંગ રાયસીંગ (ઉ.વ.૬૫) નામના શ્રમિક ખેતમજુર તરીકે ખેતી કામ કરતા હતા એ વખતે ખેતરમા  વાવેતર કરેલ મોલ ને જીવાત થી બચાવવા ઝેરી દવા નો પંપ થી છંટકાવ કરી રહ્યા હતા. એ વખતે અચાનક બેશુધ્ધ અવસ્થા મા ઢળી પડ્યા હતા. મોડેથી શ્રમિક ના પુત્ર દિલદારભાઈ ખેતરે પહોંચતા પિતાને ખેતરમા બે શુધ્ધ અવસ્થામા પડેલા જોઈ તાબડતોબ સારવાર અર્થે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. પરંતુ સારવાર મળે એ પૂર્વે જ શ્રમિક કુવરસિંગનુ દવાની ઝેરી અસરથી મોત નિપજ્યુ હતુ. પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.