મોરબી અને માળિયાના 12 રોડનું રૂપિયા 11.85 કરોડના ખર્ચે થશે રિસરફેસ

Advertisement
Advertisement

મોરબી-માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત અને પ્રયત્નો થકી મોરબી તથા માળીયા તાલુકાના 12 જેટલા કામોને રૂપિયા 11.85 કરોડના ખર્ચે રીસરફેસ કરવા માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. જેમાં ચકમપર-જેતપર રોડ, નેશનલ હાઇવે થી સોખડા એપ્રોચ રોડ, રવાપર નદીથી સાદુળકા રોડ, બેલાથી તળાવીયા શનાળા રોડ, ગુંગણનો એપ્રોચ રોડ, ભક્તિનગરનો એપ્રોચ રોડ, સ્ટેટ હાઇવેથી તરઘડી રોડ, નેશનલ હાઇવે થી કાજરડા રોડ, સ્ટેટ હાઇવેથી માણાબા રોડ, માણાબા- ચીખલી-સુલતાનપુર રોડ, નેશનલ હાઇવે થી હંજીયાસર એપ્રોચ રોડ અને નેશનલ હાઇવેથી માળીયા એપ્રોચ રોડનો સમાવેશ થાય છે.