ટંકારા: ઘુનડા ગામ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક પકડાયો

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામ પાસે આવેલ ઇડનહીલ સોસાયટી પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૩૫ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ઘુનડા ગામ પાસે આવેલ ઇડનહીલ સોસાયટી પાસે રોડ પરથી આરોપી પ્રકાશ સેનીયાભાઈ સંગાળા રહે. મુળ મધ્યપ્રદેશ હાલ રહે.ઘુનડા ગામની સીમમાં દામજીભાઈ પટેલની વાડીએ એક કાપડના થેલામાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૫ કિંમત રૂપિયા ૧૦,૫૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.