મોરબીમાં રવાપર ચોકડી ખાતે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત નાયરા પેટ્રોલ પંપના સહયોગથી ડેપ્યુટી ડીવીઝન મેનેજર ચૌધરી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, નાયરા પેટ્રોલ પંપના અધિકારીઓ સ્ટાફ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં વાહનચાલકોને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારી આપવામાં આવી હતી. સાથે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ ટ્રાફિક શાખાના પીએસઆઇ ઠક્કર તથા એએસઆઈ દેવજીભાઈ બાવારવાની પણ ઉપસ્થિતિ રહી હતી.