વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે કોઠી ગામ નજીક વોચ ગોઠવી દેશીદારૂ ભરીને પસાર થતી કારને રોકી તલાશી લેતા આરોપી ભરતભાઈ શાંતુભાઈ ધાંધલના કબ્જામાંથી 150 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે 3 લાખની કાર, 3000 રૂપિયાનો દેશી દારૂ તેમજ રૂપિયા 3000નો મોબાઈલ ફોન સહિત 3.06 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.