મોરબી: વ્યાજખોરી, મારામારી તથા મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા પાંચ ઈસમો પાસા તળે જેલ હવાલે

Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી વધુ સુદ્રઢ બની રહે તે માટે ભૂતકાળમાં વ્યાજખોરી, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા માટે ગુનેગાર ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ વ્યાજખોરી, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલા ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે ઇસમોની અટકાયત કરવા સારૂ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ રહી પાંચેય આરોપીઓ પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા, અજયભાઇ જગદિશભાઇ ચૌહાણ, ગૌતમભાઇ જયંતિભાઇ મકવાણા, રોહીતભાઇ રાજેશભાઇ જીલરીયા અને વીરમભાઇ હમીરભાઇ કરોતરાને તારીખ 18 જાન્યુઆરીના પાસા એકટ તળે ડીટેઇન કરી જુનાગઢ, સુરત, વડોદરા, ભાવનગર તથા અમદાવાદ જેલ હવાલે કરવામાં આવેલ છે.