મોરબી: સોનલ ઉર્ફે સોનકીએ મંગાવેલ દેશીદારૂ ભરેલી કાર એલસીબીએ ઝડપી પાડી, બન્ને આરોપી ફરાર

Advertisement
Advertisement

 

મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમા દેશીદારૂનો ધંધો કરતી સોનલ ઉર્ફે સોનકીએ મંગાવેલ દેશી દારૂનો જથ્થો ભરેલી ઇનોવા કારને મોરબી એલસીબી ટીમે દરિયાલાલ પ્લાઝા નજીકથી ઝડપી લીધી હતી. જોકે, દરોડા દરમિયાન ઇનોવા ચાલક અને સોનકી પોલીસને હાથ લાગ્યા ન હતા.

મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબીના દરીયાલાલ પ્લાઝા નજીક ખુલ્લા પટ્ટમાં વોચ ગોઠવી દેશી દારૂ સપ્લાય કરવા આવેલ ઇનોવા કારને ઝડપી લઈ તલાશી લેતા જીજે-01-HJ- 4165 નંબરની ઇનોવા કારમાથી રૂપિયા 11,600ની કિંમતનો 580 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂપિયા 3 લાખની કાર સહિત 3,11,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં દરોડા દરમિયાન ઇનોવા કારનો ચાલક કાર રેઢી મૂકીને નાસી જતા એલસીબી પોલીસે ઇનોવા કારના નંબરને આધારે કાર ચાલક તેમજ દેશી દારૂનો જથ્થો મંગાવનાર સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયા રહે.મોરબી, માળીયા વનાળિયા વાળી વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.