મોરબીના જેતપર ગામે રાજુભાઈની વાડીએ રહેતા ખુમસિંઘ ધણકના પત્ની મિતલબેન ખુમસિંગ ધણક નામની મહિલાએ વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને તેને બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે અને આ મહિલાને તેના પતિ સાથે બોલાચાલી થઇ હોવાથી લાગી આવતા તેણે ઝેરી દવા પીધી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે