ટંકારા તાલુકાના નેકનામ ગામે ગામડાના ત્રણ પરીચિત મિત્રો એ ભાગીદારીમા પેટ્રોલપંપ કર્યા બાદ એક ભાગીદાર છુટા થતા ઘરમેળે સમજુતી કરી ૯૦ લાખ રૂપિયા છુટા થનારને હિસ્સો આપવાના કરાર થયા હતા. અને ૨૦ લાખ ચુકવી બાકીના ૭૦ લાખની મુદ્ત આપવામા આવી હતી. પરંતુ સમય વિતવા છતા બાકીની હિસ્સે આવેલી લેણી રકમ ન મળતા ઉઘરાણી કરતા બંને ભાગીદારોએ હાથ ઉંચા કરી હવે ઉઘરાણી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનેલા શખ્સે ટંકારા પોલીસનુ શરણુ લઈ ફરીયાદ નોંધાવી હતી.
ટંકારા તાલુકાના પડધરી રોડ પર આવેલા નેકનામ ગામે રહેતા સહદેવસિંહ જયુભા ઝાલાએ સ્થાનિક નેકનામ ના વતની હાલ રાજકોટ શ્રોફ રોડ પર રહેતા કર્મરાજસિંહ ઉર્ફે સાગર અજીતસિંહ ઝાલા અને અજીતસિંહ નાનભા ઝાલા સાથે ભાગીદારીમા પેટ્રોલપંપ કર્યો હોય બાદ મા ભાગીદારી માથી સહદેવસિંહ છુટા થતા ઘરમેળે સમજુતી કરાર કરી છુટા થનાર પાર્ટનર ને રૂપિયા ૯૦ લાખ ચુકવવા નક્કી થયુ હતુ. અને એ વખતે ૨૦ લાખ ચુકવી અપાયા હતા. બાકીના રૂપિયા ૭૦ લાખ માટે વાયદો થયો હોય પરંતુ ભાગીદારી ની લેણી રકમ ન મળતા ઉઘરાણી કરતા નાણા ને બદલે પેટ્રોલપંપ સંભાળનારા બંને ઈસમોએ લેણો હિસ્સો ચુકવવા ને બદલે હાથ ઉંચા કરી દઈ હવે ઉઘરાણી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનેલા શખ્સે પોલીસ નુ શરણુ લઈ ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.