અયોધ્યા ઈફેક્ટ: કોઠારીયાના પ્રા.શાળાના ભૂલકાઓ એ રામનામ લખેલી ૧૧ ફુટ ની જમ્બો પતંગ બનાવી ધર્મ પ્રત્યે ની ભક્તિ ઉજાગર કરી.

Advertisement
Advertisement
સમગ્ર દેશમા રામમંદિર મુદ્દે ધાર્મિક માહોલ છવાયો છે ત્યારે વાંકાનેર તાલુકાના કોઠારીયાના ભૂલકાઓએ પણ બાળ સહજ ભાવે જમ્બો પતંગ બનાવી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા નો ભાવ વ્યક્ત કર્યો.
અયોધ્યા ખાતે નિર્માણ થયેલ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા થી સમગ્ર દેશમા ધાર્મિક માહોલ જામ્યો છે એ વખતે વાંકાનેર તાલુકાના નવા કોઠારીયા પ્રાથમિક શાળાના ભૂલકાઓએ બાળ સહજ કલા અને ધાર્મિક ભાવ વ્યક્ત કરી જમ્બો પતંગ બનાવી રામ મંદિર સ્થળે પહોંચાડવા બાળ ભાવ વ્યક્ત કરતા શિક્ષકો બાળકોના ધાર્મિક સંસ્કારોથી ભાવવિભોર થઈ હાલ સરસ્વતી મંદિર શાળા મા પતંગ પ્રદર્શન મા રાખી છે.

હાલ સમગ્ર દેશમા અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ અને મંદિર પ્રાણપ્રતિષ્ઠાથી ધાર્મિક ફિવર છવાયો છે. છેવાડાના લોકો સુધી ધાર્મિક મુદ્દે પ્રત્યે ભીતર મા ધર્મ નો લગાવ જાગ્યો હોવાની પ્રતિતી વાંકાનેર તાલુકાના નવા કોઠારીયા ગામે આવેલી પ્રાથમિક શાળાના ભૂલકાઓએ કરાવી હતી. ગામડાના પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓએ પોતાની ધાર્મિક લાગણી ઉજાગર કરી ૧૧ ફુટ લંબાઈ અને ૯ ફુટ પહોળી જમ્બો સાઈઝ ની રામ નામ લખેલી પતંગ બાળ સુઝ થી પતંગ બનાવી પોતાની શાળા એ વાલીઓ ની મદદથી બળદગાડામા લાવી બાળ ભક્તિ સાથે ધાર્મિક ભાવના ના દર્શન કરાવતા શાળાના આચાર્ય અનિમેષ દુબરીયા સહિતના શિક્ષકો બાળકોના ભીતર મા છુપાયેલ ધર્મ પ્રત્યે ના સંસ્કારો થી ભાવવિભોર થયા હતા. ભૂલકાઓએ તૈયાર કરેલ પતંગ રામમંદિર ખાતે પધરાવવા ની લાગણી વ્યક્ત કરતા શિક્ષકો એ બાળ સહજ ભાવે બનાવેલી પતંગ સરસ્વતી વિધા મંદિર ગણાતી શાળામાં પ્રદર્શન મા રાખી બાળ કલાને પ્રોત્સાહિત કરી છે. શાળાના શિક્ષક હિરેન ઠાકરે જણાવ્યુ હતુ કે, બાળકો એ તૈયાર કરેલ પતંગમા ધગશ લાગણી અને ધર્મ પ્રત્યેના પ્રેમ છલકાતો જોઈ પતંગ વિધા મંદિર (શાળા) મા રાખી છે. બાળકો એ ગામડામાથી પોતાની બાળ કોઠાસુઝ થી વાંસ ના બાંબુ સહિતનુ મટીરીયલ એકઠુ કરી બાળ ભાવ નિચોવ્યો છે.જોકે, પતંગ બનાવવા શિક્ષક દરજ્જે પોતે અને ધર્મેશભાઈ પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.