ઈન્ડસ્ટ્રીઝ સીઝ હોવાથી વિજ પુરવઠો બંધ હોવાથી તસ્કરોએ ખેલ પાડી દીધો.

ટંકારાના કલ્યાણપર ગામે બેંક દ્વારા સીઝ કરવામા આવેલી બંધ કોટન ઇન્ડસ્ટ્રીઝમાથી હરામખોરો મધરાતે રૂપિયા ૧.૧૭ લાખ ની કિંમત ના કોપર વાયર ચોરી ગયા અંગેની ફરીયાદ બેંક ના રીકવરી એજન્ટે ટંકારા પોલીસમા નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકા મથક નજીક આવેલા કલ્યાણપર ગામે પ્રભુચરણ આશ્રમ પાછળ આવેલી ક્રિષ્ના કોટન ઈન્ડસ્ટ્રીઝ હાલ રાજકોટની બેંક ઓફ બરોડા દ્વારા નજર ગ્રહણ કરી હોવાથી બેંકના રીકવરી એજન્ટ તરીકે ફરજ બજાવતા મહેશભાઈ લક્ષ્મણભાઈ કાતડ ને સીઝ કરેલી મિલ્કત ની જાળવણી કરવાની જવાબદારી બેંક દ્વારા સુપ્રત કરવામા આવી હતી. કોટન ઈન્ડસ્ટ્રીઝમા સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બાબુભાઈ કોળીએ રીકવરી એજન્ટ મહેશ કાતડ ને ફોન કરી મધરાતે ચાર નિશાચરો ઈન્ડસ્ટ્રીઝના મેદાનમા પ્રવેશી કોપર વાયર ચોરી કરી ગયા ની જાણ કરવા મા આવતા બંધ ફેકટરીમાથી અંદાજીત ૧૮૦ કિલો જેટલા કોપર વાયર કિંમત રૂપિયા ૧,૧૭,૦૦૦/- નો ચોરી થયાનુ જણાતા ટંંકારા પોલીસમા ચોરી ની ફરીયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમા હાલ ફેકટરી બંધ હોવાથી વિજ પુરવઠો બંધ હોવાથી તસ્કરો ને ટીસી માથી વાયર કાપી ચોરવામા જીવ નુ જોખમ ન હોવાથી નિરાંતે કોપર વાયર કાપી બઠાવી ગયાનુ જણાયુ છે.ચોરી ના બનાવથી શિયાળામા નિશાચરો સક્રિય થતા પંથકમા ફફડાટ ફેલાયો હતો.


