ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં આવેલ શ્રી રંગઅવધુત નામની વાડીમાં ચાર શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશી કરી તોડફોડ કરી જમીનમાં કપાસના પાકમાં જે.સી.બી.થી નુકસાન કર્યું હોવાથી ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. વાકાનેર દિવાનપરા પાંજરાપોળની બાજુમાં રહેતા પંકજકુમાર દિવેશ્વરભાઈ ત્રિવેદીએ આરોપી પ્રવિણભાઇ નાથાભાઇ ધોડાસરા, હસમુખભાઇ વાઘજીભાઇ બોડા, જયેશભાઇ લાલજીભાઇ પટેલ, કિશોરભાઇ લવજીભાઇ પટેલ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૭-૨૦૨૩ ના રોજ ફરીયાદીની માલીકીની જમીન જે ટંકારા તાલુકાના સજનપર ગામની સિમમા સર્વે નં ૫૪૯, ૭૮૦ પૈકી ૩૧ તથા ૮૯૧ પૈકી ૨ વાળીમા આરોપીઓએ ગેરકાયદેસર વાડી જમીનમા પ્રવેશ કરી સર્વે નં. ૮૯૧ પૈકી ૨ વાળી વાડીમા રહેલ દરવાજો તેમજ સિમેન્ટપોલ તોડી નાખી નુકશાન કરેલ તેમજ સર્વે નં. ૭૮૦ પૈકી ૩૧ વાળી વાડી/જમીન મા કપાસના પાકમા બહાર થી જે.સી.બી બોલાવી તેના વડે નુકશાન કર્યું હોવાથી ભોગ બનનાર પંકજભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.