વાંકાનેર: જામસર ચોકડી નજીકથી દારૂની 4 બોટલ સાથે યુવાન પકડાયો

Advertisement
Advertisement

વાંકાનેરની જામસર ચોકડી પાસેથી સ્થાનિક પોલીસે આરોપી મુકેશ મનસુખભાઇ દંતેસરિયા નામના શખ્સને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપીને દારૂની આ બોટલ આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા રહે.નાળધરી, તા.મૂળી જિલ્લો સુરેન્દ્રનગર વાળો આપી ગયાની કબુલાત આપતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.