ટંકારા જામનગર હાઈવે રોડ ઉપર હીરાપર ગામના પાટીયાથી આગળ નર્મદા યોજનાના પાણીના સંપની સામે રોડ પર બાઈક પાછળથી ઠોકર મારતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જામનગરમાં શંકર મંદિર વાળી શેરી પાણીના ટાંકા પાસે મોરકંડામા રહેતા જયેશભાઇ ધરમશીભાઈ પીપરીયાએ આરોપી મોટરસાયકલ રજીસ્ટર નંબર-GJ-36-AG-0626ના ચાલક અક્ષય અવચરભાઈ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૧-૨૦૨૪ ના રોજ ફરીયાદીના ભાઈ ભરતભાઇ ધરમશીભાઇ પીપરીયા તેઓની રીક્ષા લઇ જામનગર જતા હતા તે દરમ્યાન રીક્ષામાં પંચર પડતા રીક્ષામાથી નીચે ઉતરી ટાયર ચેક કરતા હતા ત્યારે આરોપી અક્ષય અવચરભાઈએ પોતાના હવાલા વાળુ બાઈક ફુલ સ્પીડમાં ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ભાઇને પાછળથી ઠોકર મારી રોડ ઉપર ફંગોળી દેતા માથાના ભાગે ગંભરી ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજયું હતું જે બાદ આરોપી બાઈક ચાલક સ્થળ ઉપર થી નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈ જયેશભાઇએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.