વાંકાનેર: થાન રોડ પર દુકાનમાંથી ચોરી કરનાર બેની ધરપકડ

Advertisement
Advertisement

વાંકાનેરના થાન રોડ ઉપર જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલ કોમ્પ્લેક્સમાં આવેલ સાબુની દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી એક હજાર કિલો સાબુ તથા વજન કાંટો આમ કુલ મળીને ૩૪,૮૮૦ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. વાંકાનેરના હસનપર (શક્તિપરા) ખાતે રહેતા અને થાન રોડ ઉપર જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલા કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા સુરેશભાઇ કાળુભાઈ રાઠોડ જાતે કાંગસિયા નામના યુવાને અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, તેની દુકાનમાં બાકોરું પાડીને તસ્કરે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી એક હજાર કિલો પીળો સાબુ જેની કિંમત ૧૮,૮૮૦ તથા ઇલેક્ટ્રીક કાંટો ૧૬,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૩૪,૮૮૦ ની કિંમતના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને તેવામાં આરોપી વિરમ ઉર્ફે વિજય ગાંડુભાઈ ટોટા અને સરવન ઉર્ફે સોનું કરશનભાઈ રાઠોડ રહે. બંને હસનપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરી ગયેલ મુદામાલ તેમજ એક લાખની રિક્ષા કબ્જે કરવામાં આવેલ છે.