મોરબી પીજીવીસીએલ દ્વારા તારીખ ૧૭ને બુધવારના રોજ ભડિયાદ ફીડરમાં મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી સવારે ૦૭:૩૦ થી બપોરે ૨:૩૦ સુધી વીજપુરવઠો બંધ રહેશે. ભડિયાદ ફીડરમાં આવતા વિસ્તારો જેવા કે ગાંધી સોસા, આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ, ભડીયાડ રોડ, નજરબાગ રેલ્વે સ્ટેશન, માળીયા વનાલીયા, ઉમિયાનગર, લાઇન્સનગર, ચામુંડા નગર, સો-ઓરડી, વરિયા નગર, રામદેવ નગર, શક્તિ સોસા, સુભાષ નગર, તથા આસપાસના વિસ્તારમાં અડધો દિવસ વીજકાપ રહેશે તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે જેની ગ્રાહકોએ નોંધ લેવા જણાવ્યું છે.