મિત્રદાવે ઉછીના આપેલા નાણા પરત ન મળતા કોર્ટ ના દ્વાર ખટખટાવ્યા

ટંંકારાના મિત્ર પાસેથી હાથ ઉછીના રૂપિયા બે લાખ મેળવનાર ઈસમે ઉઘરાણી થતા બદલામા ચેક આપ્યો હતો. જે ચેક બેંક માથી બેલેન્સ ના અભાવે પરત થતા લેણીયાતે નેગોસીએબલ એકટ હેઠળ ટંકારા કોર્ટમા ફરીયાદ દાખલ કરતા કેસ ચાલી જતા નામદાર કોર્ટે નાણા લેનારા કારખાનેદાર ને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી જેલ ની સજા અને રૂપિયા બે લાખ ફરિયાદીને ચુકવી આપવા આદેશ કર્યો હતો.
મોરબીના ઉમીયાનગર ગામે રહેતા અને રાજપર રોડ ઉપર કારખાનુ ધરાવતા કાંતિભાઈ દેવસીભાઈ તાલપરાએ નાણા ની જરૂરીયાત ઉભી થતા ટંંકારાની હરીઓમ નગર સોસાયટી માં રહેતા રાજેસભાઈ મોમૈયાભાઈ સવસેટા પાસેથી મિત્રતા ના દાવે હાથ ઉછીના રૂપિયા બે લાખ લીધા હતા. લાંબો સમય વિતવા છતા નાણા પરત ન મળતા રાજુ સવસેટા એ ઉઘરાણી કરતા બદલામા તા.૨૮/૧૨/૨૦૨૧ ના રોજ ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાથી બાઉન્સ થતા ઉછીના નાણા આપનારે તેમના વકીલ એ.પી.જાની, રાહુલ ડાંગર, કેતન ચૌહાણ અને જયોતી દુબરીયા મારફતે એપ્રિલ ૨૨ ના રોજ ચેક રિટર્ન સબબ નેગોસિએબલ એકટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા ટંકારાના જજ એસ.જી.શેખે પુરાવાને આધારે ચેક રીટર્ન સબબ નાણા લેનાર કાંતિભાઈ તાલપરાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી જેલ સજા અને વળતરની રકમ રૂપિયા બે લાખ લેણદાર ને ચુકવી આપવા હુકમ કર્યો હતો. તેમજ આરોપી રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસ ની સજા ફટકારવામા આવી હતી.