મોરબી સબ જેલમાં હત્યાના ગુનાની સજા કાપી રહેલા એક કેદીએ દવાના વધુ ટિકડા ખાઈ લેતા તેની તબિયત લથડી હતી. જેના કારણે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. હત્યાના ગુનામાં મોરબીની સબ જેલમાં બંધ સુનીલ લાભુભાઈ કોટડીયા નામના કેદીને પથરીના દુખાવાની દવા ચાલુ હોય જેને 2 ગોળી વધુ ખાઈ લેતા દવાનું રીએક્શન આવ્યું હતું અને તબિયત બગડતા મોરબીની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં સારવાર બાદ કેદીને રજા આપી દેવામાં આવી છે અને હાલ કેદીની તબિયત સ્થિર હોવાનું સબ જેલના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.