
સેવાકીય પ્રવૃતિઓ મા કાયમ અગ્રેસર રહેતા ટંકારા બ્રહ્મસમાજ ના યુવા અગ્રણી પ્રતિકભાઈ શશીકાંતભાઈ આચાર્ય (લાલભાઈ) ની ટંંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા દ્વારા યુવા ભાજપ સંગઠન માળખા મા મંત્રી વરણી કરવામા આવી છે. સમાજ સેવક પ્રતિક આચાર્ય ના રાજકીય પ્રવેશ ને બ્રહ્મસમાજ સંસ્થા ઉપરાંત, સિધ્ધિ વિનાયક ગૃપ ટંકારા-મોરબી, રઘુવંશી યુવા અગ્રણી ભાવિનભાઈ સેજપાલ સહિતના ઓએ અભિનંદન પાઠવ્યા હતા.