મોરબી: માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ, ટ્રાફિક ભંગ કરનાર લોકોને દંડને બદલે ગુલાબના ફૂલ આપી જાગૃત કર્યા

Advertisement
Advertisement

મોરબી શહેર જિલ્લાના માર્ગ સલામતી જાગૃતિ સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો છે. આરટીઓ, પોલીસ સહિતના વિભાગો દ્વારા આજે ટ્રાફિક નિયમ ભંગ કરનાર લોકો તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરતા લોકોને ગુલાબના ફૂલ ભેટ આપી જાગૃત કરાયા હતા. મોરબી આરટીઓ, પોલીસ વિભાગ તેમજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજથી મોરબી શહેર અને જિલ્લામાં ટ્રાફિક સપ્તાહ એટલે જે માર્ગ સલામતી સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો છે, આજે માર્ગ સલામતી સપ્તાહ પ્રસંગે શનાળા નજીક સંયુક્ત વિભાગો દ્વારા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી માર્ચ મહિના સુધી ચાલનાર આ માર્ગ સલામતી ઝુંબેશમાં એઆરટીઓબરોહિત પ્રજાપતિ, આર.કે.રાવલ, નેશનલ હાઇવે ઓથોરિટીના એચ. આર. સિંઘ, ટ્રાફીક પીઆઇ લગારીયા, પીએસઆઇ ડી.બી. ઠક્કર, ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, રાજેશભાઇ બદરખિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.