હળવદ: જીઆઈડીસી વિસ્તારમાં આવી ચડેલા દુર્લભ ઝરખનો મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ

Advertisement
Advertisement

 

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં બે દિવસથી ચડી આવેલા દુર્લભ પ્રજાતિના ઝરખનો મૃતદેહ મળી આવતા હળવદ વન વિભાગની ટિમો ઘટના સ્થળે દોડી આવી મૃત ઝરખનું પોસ્ટમોર્ટમ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. હળવદ ન્યાયમંદિર અને જીઆઇડીસી વિસ્તારમાં શનિવારની મોડીરાત્રીએ શેડ્યુલ વન કેટેગરીમાં આવતા દુર્લભ એવું ઝરખ જોવા મળતા લોકોમાં કુતુહલ સાથે શિકારી પશુના આંટાફેરાથી ગભરાટ પણ જોવા મળ્યો હતો. બીજી તરફ શહેરી વિસ્તારમાં ઝરખ આવી ચડતા વનવિભાગે પણ ઝરખનું પગેરું દબાવ્યું હતું. દરમિયાન આજે સવારના સમયે હળવદ- અમદાવાદ હાઇવે ઉપર ત્રણ રસ્તા પાસેથી ઝરખનો મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.