મોરબી: રવાપર રોડે બીયર સાથે એક પકડાયો

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા બાપા સીતારામ ચોક પાસેથી ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી બિયરના 8 ટીન મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે બિયર અને ગાડી મળીને 4,01,600ની કિંમતનો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક પાસેથી બ્રેઝા કાર નંબર જીજે-5-આરસી-0164 પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા કારમાંથી બિયરના 8 ટીન મળી આવ્યા હોય પોલીસે 1600 રૂપિયાની કિંમતનો બિયર તથા ચાર લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને 4,01,600ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી દિલીપભાઈ રૂગનાથભાઈ કાલાવાડીયાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી