મોરબી માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક જીજે-36-T-9510 નંબરના આઇસર ચાલકે રોંગ સાઈડમાં પુરઝડપે આઇસર ચલાવી બાઇકને હડફેટે લેતા બાઇક સવાર ભાનુભાઈ રાઠોડને ઇજાઓ પહોચાડતા ભાનુભાઈના ભત્રીજા સંદીપભાઈ જેસંગભાઈ રાઠોડે રહે. વિદ્યુતનગર મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધ્યો છે.