મોરબી: કામ ધંધો ન કરતા પિતાએ ઠપકો દેતા પુત્રએ ભર્યું અંતિમ પગલું

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારનો યુવાન કોઈ કામ ધંધો ન કરતો હોવાથી તેના પિતાએ તેને કામ ધંધો કરવા માટે સામાન્ય ઠપકો આપ્યો હતો જે બાબતનું મનોમન લાગી આવતા યુવાને તેના ઘરમાં પંખા સાથે સાડી વડે ફાંસો ખાઈ લીધો હતો. જેના પગલે તેનું મોત નીપજત્તા હાલ બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરેલ છે. મહેન્દ્રનગર ગામના ઇન્દિરાનગરમાં આવેલા ભક્તિનગર વિસ્તારમાં રહેતો અને મૂળ માળિયાના ગુણવંતભાઈ જીવરાજભાઈ પરમાર નામના યુવાને રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તેના ઘરે પંખા સાથે સાડી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નિપજયુ હતુ. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. જેમાં ખુલ્યું હતું કે મૃતક ગુણવંત પરમાર કોઈ કામ ધંધો કરતો ન હોવાના લીધે તેના પિતાએ તેને કામ ધંધો કરવા માટે સામાન્ય ઠપકો આપ્યો હતો. જે વાતનું મનોમન લાગી આવતા તેણે પંખા સાથે સાડી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. જેથી તેનું મોત નીપજતા મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હાલ આ બનાવ અંગે નોંધ આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના એલ.આર.ચૌહાણ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.