ટંંકારા ગ્રા.પં.ની સામાન્ય સભામા ના મંજુર થયેલ બજેટ બીજી તક મા પણ નામંજુર થતા સરપંચની ખુરશી હચમચી 

Advertisement
Advertisement
સરપંચ વિરૂઘ્ધનો ધૂંધવાટ બોમ્બ બની ફૂટતા આખી ગ્રામ પંચાયત સુપરસીડ થવાના એંધાણ.
ટંકારા ગ્રામ પંચાયતની ગત મહિને મળેલી બેઠકમા ચુંટાયેલા સભ્યોએ જ સરપંચની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી  હોબાળો મચાવી બજેટ સહિતની તમામ બાબતો નો વિરોધ કરી બજેટ ના મંજુર કર્યુ હતુ. બાદ મા તાજેતરમા, ટીડીઓ દ્વારા સરપંચ જુથને બહુમતી સાબિત કરવા અને બજેટ મંજુર કરવા માટે બીજી તક આપી હતી. પરંતુ બીજી વખત મળેલી બેઠકમા પણ સભ્યો એ બહુમતી ના જોરે ફરી બજેટ સહિતના તમામ મુદ્દાઓ નામંજુર કરતા તાલુકાના સ્થાનિક રાજકારણમા ભારે હડકંપ મચી છે. હાલ લઘુમતી મા આવી ગયેલા સરપંચની ખુરશીના પાયા હચમચી ઉઠ્યા છે.જોકે, આખી ગ્રા.પંચાયત સુપરસીડ થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ટંકારા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત ખાતે એજન્ડા મુજબ ગત મહિને ૨૨ મી ડિસેમ્બરે સામાન્ય સભા મળી હતી. એજન્ડા મા સમાવિષ્ઠ સામાન્ય બજેટ રજુ થતા જ આગોતરી તૈયારી સાથે આવેલા સરપંચ વિરોધી જુથના સભ્યોએ ગોઠવણ મુજબ વિરોધ કરી સરપંચ ની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી બજેટ ના મંજુર કર્યુ હતુ. સાથે બોડી મા મંજુર કરવા મુકાયેલા નવ પ્રકરણો પણ ચર્ચા કર્યા વગર હોબાળો મચાવી બહુમતીથી ના મંજુર કરતા સરપંચ ગોરધનભાઈ ખોખાણી ના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. કુલ ૧૪ સભ્યો અને સરપંચ સહિત ૧૫ સભ્યો નુ સંખ્યાબળ ધરાવતી ગ્રામ પંચાયત મા સરપંચ જુથ ના એક સભ્યે સરપંચ જુથ થી નારાજ થઈ અગાઉ રાજીનામુ ધરી દીધુ હતુ. જ્યારે એક સભ્ય ગેરહાજર રહેતા ૧૩ માથી સાત સભ્યોએ બહુમતી થી સામાન્ય સભામા એજન્ડા મુજબ ૯ મુદ્દે ચર્ચા અને મંજુરી માટે કાર્યવાહી હાથ ધરવામા બજેટ ના મંજુર કરવા સહિત તમામ નવ મુદ્દાઓનો એક સુરે વિરોધ કરી ના મંજુર કરતા સમગ્ર તાલુકાના સ્થાનિક રાજકારણમા ભારે હડકંપ મચી ગઈ હતી. ગ્રા.પંચાયતનુ બજેટ ના મંજુર થતા સમગ્ર કાર્યવાહીનો અહેવાલ તાલુકા વિકાસ અધિકારી ને મોકલાતા ટીડીઓ એ પંચાયત ધારા ની જોગવાઈ મુજબ ફરી તક આપતા તાજેતરમા ફરી ગ્રામ પંચાયત ખાતે આસી. ટીડીઓ ના અધ્યક્ષ સ્થાને બીજી બેઠક મળી હતી. પરંતુ બીજી તક મા પણ સભ્યોએ એક જુથ થઈ ફરી બજેટ ના મંજુર કરતા હાલ તો, સરપંચની ખુરશીના પાયા હચમચી ગયા છે. હાલ ના સ્થાનિક ચિત્ર મુજબ અંતિમ ત્રીજી તક મા સરપંચ જુથ કાંઈ ઉકાળી શકે એમ જણાતુ નથી. જો ત્રીજી વખત પણ બજેટ ના મંજુર થાય તો આખી ગ્રામ પંચાયત સુપરસીડ થવા સાથે તમામ ચુંટાયેલા સભ્યો ઘર ભેગા થવા ના હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટંંકારા ગ્રામ પંચાયત ની વર્ષ ૨૦૨૧ મા સંપન્ન થયેલી ચુંટણી વખતે જ સરપંચ અને હરીફ જુથ વચ્ચે વૈમનસ્ય ના બીજ રોપાઈ ગયા હતા. જેમા, બંને જુથ પાસે ૭ – ૭ સભ્યો હોવાથી સરપંચ નો મત સરપંચ જુથ બાજુ પડે એટલે એક મતે હરીફ જુથ મહાત થાય એવા એંધાણ હોવાથી સમસમી ને બેઠુ હતુ. જેવો સરપંચ જુથના એક સભ્યે રાજીનામું ધરી દેતા અને એક સભ્ય નારાજ થતા હરીફ છાવણીએ ખેલ પાડી દઈ સતત બીજી તક મા પણ બજેટ નામંજુર કરી ખેલ પાડી દીધો હતો.