હળવદના ટીકર ગામે ઢસી પાસેથી મળેલા મૃત નવજાત શિશુ મામલે ગુનો નોંધાયો

Advertisement
Advertisement

હળવદના ટીકર ગામે મૃત નવજાત શિશુ મળી આવ્યાની ઘટના સામે આવી હતી. જે ઘટનાને લઈને ટીકર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ એરવાડીયાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, 13 જાન્યુઆરીના ટીકર ગામે ઢસી રોડ પ્લોટ વિસ્તારમાં એક નવજાત શિશુ મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. આ નવજાત શિશુને કોઈ પ્રાણીએ ફાડી ખાધું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ નજરે ચડી રહ્યું હતું. જેથી સમગ્ર મામલે ધર્મેન્દ્ર ભાઈએ હળવદ પોલીસ મથકને આ અંગેની જાણકારી હતી અને અજાણી સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે હળવદ પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.