માળીયા(મી) તાલુકાના રોહીશાળા ગામથી ખાખરેચી બાજુ રેલવે ટ્રેક ઉપર કોઈ કારણોસર રેલવેની ટ્રેન અડફેટે આવી જતા માથા અને શરીરમાં ગંભીર ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું. રોહીશાળા ગામથી ખાખરેચી બાજુ જતા રેલવે ટ્રેક પાસે કોઈ અજાણ્યો યુવાન રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની અડફેટે ચડી જતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નિપજ્યુ હતું અને તેને તાત્કાલિક મોરબીના જેતપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ અજાણ્યા યુવાનના મોત અંગેની જાણ માળિયા મીયાણા તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.