મકર સંક્રાંતિ એ પુણ્ય પર્વ આં દિવસે દાનનો વિશેષ મહિમા છે તેમાં પણ ગાયોને ઘાસચારો ખવડાવી એક ગણું દાન કરી સહસ્ર ગણું પુણ્ય પ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર
વાંકાનેર મા જનસેવા, ગોસેવા, નિશુલ્ક આર્યુવેદીક નિદાન કેમ્પ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી “જન સેવા એ જ પ્રભુ સેવા ” સૂત્રને સાર્થક કરતો કૈલાશ આશ્રમ
જીવ માત્ર દયા ને પાત્ર સેવાકીય પ્રવૃતિથી ધમ ધમતુ ધામ એટલે વાંકાનેરના ગઢીયા ડુંગર ની તળેટીમાં આવેલ શ્રી કૈલાસ આશ્રમ. વાંકાનેરના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શાસ્ત્રી પ્રભુલાલજી મહારાજ દારા સંચાલિત શ્રી કૈલાશ આશ્રમમા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાતી વિવિધ સેવાકીય પ્રવૃતિમા શ્રી હરિહર ગૌશાળામાં ગાયોની સેવા , શ્રી હરિહર હરતુ ફરતૂ અનક્ષેત્ર વાંકાનેર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી ગરીબ અને નિરાધાર લોકોને તેમજ વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભોજન
આપવામાં આવે છે તેમજ શ્રી કૈલાસ આશ્રમ ખાતે સમયાંતરે કરવામાં આવતા નિઃશુલક આયુર્વેદિક નિદાન કેમ્પ તથા આશ્રમમાં આવતા પંખીઓને નિયમિત રીતે ચણ નાખવામાં આવે છે તેમજ કિડીઓને
કીડીયારુ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃતિ ઓ કરવામાં આવી રહી છે. આશ્રમ મા ચાલતા અન્નક્ષેત્ર માટે મોરબી ના શ્રી હરિહર અન્નક્ષેત્રના શ્રી જમનાદાસ બાપુ નો ખુબજ મોટો સહયોગ અને પ્રેરણા મળતી રહે છે.
આશ્રમ દ્વારા કરાતી વિવિધ સેવાકીય પ્રવૃતિમા સહભાગી બનવા ધર્મપ્રિય જનતા ને આશ્રમના સંચાલક દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
કૈલાસ આશ્રમ ગો સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા સંચાલિત શ્રી હરિહર ગૌશાળા તેમજ હરિહર હરતુ ફરતૂ અનક્ષેત્ર માટે મકરસંક્રાંતિના દિવસે એકગણુ દાન અને સહસ્ત્ર ગણુ પુન્ય કમાવવાનો દિવસ હોય ગાયો માટે આપનું દાન કરી આપનું જીવન ધન્ય બનાવો.