આવતીકાલે ઉત્તરાયણના પર્વ નિમિત્તે આજે મધુપુર ગામે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને મોરબી કરણી સેના ટીમ દ્વારા પતંગ, ફીરકી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો, ગામજનો, બાળકો તેમજ મોરબી કરણી સેના ટીમના હોદેદારોએ હાજરી આપી હતી.