મોરબી: લીલાપર રોડ ન્યૂ પ્રજાપતિ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

મોરબી લીલાપર રોડ ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 41 બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં રહેતા આરોપી જગદીશભાઇ સામતભાઈ સાવધારએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-41 કિંમત રૂપિયા 25,310ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.